ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર
નવા રતનપર ગામના જુના પ્લોટ વિસ્તારમાં કાળુભાઈ વશરામભાઈના ઘર પાસેથી બાલાભાઈ કરસન ભાઈ દિહોરાના ઘર સુધી તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ રસ્તામાં અગાઉ RCC કરેલ હોવા છતાં રસ્તાઓ એકદમ ખરાબ થઈ ગયા છે અને ચોમાસામાં ખુબ જ કાદવ કીચડ થાય છે અને કેટલાક ભાગમાં સતત પાણી ભરાયેલા રહે છે તેના કારણે બાળકો શાળાએ જઇ શકતા નથી તેમજ મહિલાઓને તથા વૃદ્ધોને દવાખાને લઇ જવા હોય ત્યારે ખુબ જ અગવડ પડે છે. આ ઉપરાંત પાણી સતત ભરાયેલા હોવાના કારણે મચ્છર અને જંતુઓનો ઉપદ્રવ રહે છે અને તેના કારણે રોગચાળો પણ થાય છે- એવી લોકોની માંગણી ને ધ્યાનમાં રાખીને નવા રતનપર ગ્રામ પંચાયતે માર્ગ પર બ્લોક પાથરવાની કામગીરી કરતા સૌપ્રથમ પૂર્વ સરપંચ રમેશ ગોહિલે વિરોધ નોંધાવા બાદ તેની સામે લાફાવાળી-ગાળાગાળી-ધમકી પ્રકરણના કારણે તેની સામે સરપંચ દ્વારા એટ્રોસિટી નું જોખમ ઊભું થતાં તેણે અને તેના પરિવારે માફામાફી કરી લીધા બાદ તે પછી તુરંત બટુક જેઠવા નામના એક અરજદારે આ બ્લોક પૂર્વે અહીં થયેલ આરસીસી કે સીસી રોડનો ગેરેન્ટી પિરિયડ પૂરો થતા પહેલા અહીં બ્લોક નાખીને સરપંચ અને તલાટી મંત્રીએ ભ્રષ્ટાચાર નો માર્ગ ખુલ્લો કર્યો છે અને સરકારી નાણાનો વ્યય કર્યો છે એવું જણાવતી અને આ કામનું પેમેન્ટ અટકાવવાની માંગણી ગ્રામ સભામાં કરી હતી, ત્યારબાદ પણ આ બ્લોક વિવાદ અટકવાનું નામ લેતો નથી. નવારતનપરમા ગઈકાલે ગ્રામ પંચાયતની મળેલી એક સામાન્ય સભામાં પંચાયત બોડીના પાંચ સભ્યોએ સરપંચ અને તલાટી મંત્રીએ કરેલી આ કામગીરીનો સખત વિરોધ કર્યો હતો.
પંચાયતી સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે ગ્રામ પંચાયતની મળેલી એક સાધન સભામાં સરપંચ ગૌતમ બારૈયા અને તલાટી મંત્રી દલસુખ જાનીએ કરેલી બ્લોકની કામગીરીનો વિરોધ ફરી એકવાર સપાટી પર આવ્યો હતો અને તેમાં ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના પાંચ સભ્યોએ સરપંચ અને તલાટી મંત્રી દ્વારા થયેલી બ્લોકની કામગીરી પ્રત્યે અવિશ્વાસ જાહેર કર્યો હતો. સામાન્ય રીતે સરપંચ ગૌતમ બારૈયા અને સભ્ય ભુપત બારૈયા બ્લોકની તરફેણમાં રહ્યા હતા જ્યારે ત્રણ સભ્યો ન્યુટ્રલ રહ્યા હતા અને બાકીના પાંચ સભ્યો બ્લોકની કામગીરીના વિરોધમાં રહ્યા હતા. પંચાયતની આ સભામાં અન્ય વિકાસના કામોની વાત પણ થઈ હતી પરંતુ બ્લોકની કામગીરીનો વિરોધ સપાટી પર રહ્યો હતો. ત્રણ સભ્યોને ન્યૂટ્રલ ગણવામાં આવે તો બે સામે પાંચની બહુમતી બ્લોકની કામગીરીના વિરોધમાં જાય છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ શું સ્થિતિ ધારણ કરે છે તેના પર સૌની મિટ મંડાયેલી છે. બટુક જેઠવાની અરજીમાં તે શું કહેવા માંગે છે તે કાગળ ઉપર સ્પષ્ટ છે પરંતુ પંચાયતના સભ્યો કયા મુદ્દે આ બ્લોકમાં થયેલા ભ્રષ્ટાચારને સાબિત કરવા માંગે છે તે જાણી શકાયું નથી.
જોકે એક તરફ સરપંચ ગૌતમ બારૈયાનું કહેવાનું એમ થાય છે કે પાંચ સભ્યોએ બ્લોકની કામગીરીનો વિરોધ નોંધાયો છે બીજી તરફ ઉપસરપંચ ધર્મેશ બારૈયાનું કહેવું એમ થાય છે કે આવો કોઈ વિરોધ થયો નથી. તેથી સમગ્ર પરિસ્થિતિ શું છે તે સ્પષ્ટ થતું નથી પરંતુ એટલું જરૂર સ્પષ્ટ થાય છે કે બ્લોકની કામગીરી હજુ પણ વિવાદની સ્થિતિમાં તો છે જ. એટલું જ નહીં સમગ્ર ગ્રામ પંચાયત બોડીમાં બ્લોક મામલે બે અલગ અલગ “બ્લોક” બની ગયા છે તે વાત પણ સ્પષ્ટ છે.
ગઇ કાલે કોણે કર્યો બ્લોકનો વિરોધ? કોણે કરી તરફેણ? (સત્તાવાર માહિતી)
બ્લોકનો વિરોધ કરનાર
1 અલ્પેશ બારૈયા
2 ધર્મેશ બારૈયા
3 મગુંબેન લવજીભાઈ ગોહિલ
4 મેહુલ બારૈયા
બ્લોકનો ન વિરોધ કરનાર
સરપંચ બારૈયા ગૌતમ ભાઈ
1 પ્રવીણ હીરા મકવાણા
2 છગનભાઈ બારૈયા
3 ભુપતભાઈ બારૈયા
4 કાનાભાઈ જસમોરિયા
5 અસ્મતભાઈ બારૈયા
