હરેશ જોષી, પાલિતાણા
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા દ્વારા આગામી 17 જાન્યુઆરી 2026ના રોજ KMGB સરકારી વિનયન કૉલેજ, વલ્લભીપુર અને જૈન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) બેંગલુરુના સહયોગથી ઇન્ટરનેશલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સનો હેતુ NEP 2020 ને ડિજિટલ માધ્યમથી વધુ સાર્થક અને વધુ સર્જનલક્ષી બનાવવાનો છે. આ કોન્ફરન્સ KMGB સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર ખાતે યોજવામાં આવશે, જેમાં લંડન અમેરિકન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, ઓસ્ટ્રેલિયાથી વક્તાઓ બીજરૂપ વક્તવ્ય આપશે. ઉપરાંત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર અને જૈન યુનિવર્સિટી બેંગલુરુના તજજ્ઞ વક્તાઓ અને શિક્ષણવિદો પણ જોડાશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી 500 થી વધુ રજિસ્ટ્રેશન તેમજ કોન્ફરન્સમાં પ્રેઝેન્ટ કરવા માટે 300 જેટલા શોધપત્રો પ્રાપ્ત થયેલ છે. આ શોધપત્રો 8.01 ઇમ્પેક્ટ ફેક્ટર ધરાવતા ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે. કોન્ફરન્સનું પાલિતાણા કૉલેજની યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે, જેના માધ્યમથી દેશવિદેશના સંશોધકો અને વિદ્યાર્થીઓ આ કોન્ફરન્સનો લાભ ઉઠાવી શકશે. આ કોન્ફરન્સનું આયોજન અને સંયોજન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સુનીતા નિમાવતના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
સરકારી કૉલેજ પાલિતાણા અને વલ્લભીપુરના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન
