રોકડ રૂ.૫,૧૬,૨૦૦/- સહિત કુલ રૂ.૫,૬૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે બે મહિલાઓ સહિત કુલ-૦૩ને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
હર્ષ રાવલ, ભાવનગર
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ તેના અનુસંધાને તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર,ક્રેસન્ટ, વનિતા વિશ્રામની પાછળના ભાગે ડોન ચોક તરફ જવાના રોડ પાસે ગ્રે કલરની એકટીવા સ્કુટર રજી.નંબર- GJ-04-DS 6976 સાથે એક પુરૂષ તથા બે મહિલાઓ કાળા કલરના બુરખા પહેરીને ઉભા છે. જે ત્રણેય જણાં પાસે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે. જે તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. જે નીચે મુજબનો મુદ્દામાલ રાખવા અંગે તેણે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ હોવાથી આ મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. મુદ્દામાલ અંગે તેઓની પુછપરછ કરતાં ’’ આજથી આશરે પંદરેક દિવસ પહેલાં તૌશિફે અગાઉ તેના બા તથા આયશાબેન ભાવનગર, શિશુવિહાર સર્કલ,નવી માણેકવાડીમાં આવેલ ઇનાયા બિલ્ડીંગમાં રહેતાં આશિફભાઇ ફતાણીના ઘરે કામ કરવા જતાં હતાં.તેના ફલેટની લાઇટો બંધ હોવાની બે દિવસ રેકી કરીને તેઓ બહારગામ ગયેલ હોવાની ખબર પડતાં બારેક દિવસ પહેલાં ચોરી કરવા જવાનો પ્લાન બનાવી આયશાબેન તથા રૂકસારબેન બંનેએ કાળા કલરના બુરખાઓ પહેરીને નકાબ બાંધીને કોઇ ઓળખી ન શકે તે રીતે રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ ભાડે રિક્ષા કરીને તથા તૌશીફે ઉપરોકત સ્કુટરમાં તેઓની પાછળ-પાછળ જઇને ભાવનગર, શિશુવિહાર સર્કલ,નવી માણેકવાડીમાં આવેલ ઇનાયા બિલ્ડીંગમાં બંને મહિલાઓએ લીફટથી ઉપર જઇ આશિફભાઇના ફલેટના દરવાજે રૂખસારબેન ઉભા રહેલ અને ફલેટની નીચેના ભાગે સામે રોડ ઉપર તૌશિફ એકટીવા લઇને ધ્યાન રાખવા માટે ઉભા રહેલ અને આયશાબેન અગાશીમાંથી ગેલેરીમાં થઇ સ્લાઇડીંગ બારી ખોલી ફલેટનો દરવાજો ખોલી રૂકસારબેનને ફલેટમાં બોલાવી કબાટની ચાવી કયાં રાખતા હોવાની ખબર હોવાથી ચાવીથી કબાટ ખોલી તેમાંથી નીચે મુજબની રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના તથા ઇમિટેશનના દાગીનાઓની ચોરી કરી ચાવી જેમની તેમ મુકી કોઇને ખબર ન પડે તે રીતે દરવાજો જેમનો તેમ બંધ કરી અગાશીમાંથી નીચે ઉતરી લીફટથી જતાં રહેલ અને આ ચોરીમાં મળેલ સોનાના દાગીનાઓ ચોરી કર્યાના બે ત્રણ દિવસ પછી આયશા બેન તથા રૂકસારબેને ભાવનગર,વોરાબજાર પાસે આવેલ ગુંજન જવેલર્સ ભુપેનભાઇ કુકડિયાને રૂ.૨,૦૪,૦૦૦/- માં વેચી દીધેલ હોવાની કબુલાત કરેલ.’’ આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસો-
- તૌશીફભાઇ શમસીરભાઇ હમીદાણી ઉ.વ.૩૧ ધંધો-રીક્ષા ડ્રાયવીંગ
- રૂકસારબેન વા/ઓ તૌશીફભાઇ શમસીરભાઇ હમીદાણી ઉ.વ.૨૨ ધંધો-ઘરકામ રહે.બંને રાણીકા, ભાંગના કારખાના પાસે, ભાવનગર.હાલ-સંચીત નીવાસ, ઇન્ડીયા ટ્રાવેલ્સની સામે,રૂવાપરી રોડ,ભાવનગર
- આયશાબેન વા/ઓ તોફીકભાઇ શમસીરભાઇ હમીદાણી ઉવ.૩૨ ધંધો-ઘરકામ રહે.રાણીકા,ભાંગના કારખાના પાસે, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
- વીવો કંપનીનો ગોલ્ડન કલરનો મોડલ VIVO V2132 મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-
- ભારતીય દરની ચલણી નોટો રૂ.૫૦૦ x ૪૦૦, રૂ.૨૦૦ x ૧૦૭૫, રૂ.૧૦૦ x ૮૬૨ તથા રૂ.૫૦ x ૩૦૦ મળી કુલ રૂ.૫,૧૬,૨૦૦/- તથા મળી આવેલ કાપડની થેલી કિ.રૂ.૦૦/-
- ગ્રે કલરનું એકટીવા કંપનીનું રજી.નંબર-GJ-04-DS 6976 સ્કુટર કિ.રૂ.૪૦,૦૦૦/-
- ચાંદીનો S આકારના પેન્ડન્ટવાળો પાતળો ચાંદીનો ચેઇન વજન-૩ ગ્રામ ૭૯૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦૦/-
- ઇમિટેશનની બંગડી જોડ-૦૧ કિ.રૂ.૧૫૦/-,બ્રેસલેટ-૦૧ કિ.રૂ.૧૦૦/-,વીંટી-૧ કિ.રૂ.૧૦૦/-,પેન્ડન્ટ સહિતની બુટ્ટી જોડ-૦૧ કિ.રૂ.૨૦૦/-,પેન્ડન્ટ સહિતનો ચેઇન-૦૧ કિ.રૂ.૧૫૦/-,ઇમિટેશનનો પાતળો ચેઇન-૦૧ કિ.રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૫,૬૩,૫૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુન્હોઃ-
ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ-૩૩૧ (૪),૩૦૫ (એ) મુજબ
આરોપીઓની મોડસ ઓપરેન્ડીઃ-
આ ગુન્હાના કામે આરોપીઓએ રાત્રીના સમયે બંધ ફલેટમાં અગાશીમાંથી ગેલેરીમાં જઇ સ્લાઇડીંગ બારીમાંથી ફલેટમાં જઇ અંદરથી દરવાજો ખોલી આરોપી અગાઉ ફલેટમાં કામ કરવા આવતાં હોવાથી કબાટની ચાવીઓ કયાં રાખે છે.તેની જાણ હોવાથી ચાવીથી કબાટ ખોલી તેમાંથી રોકડ તથા દાગીનાની ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા, રાહુલભાઇ ધતુરાતર, જાગૃતિબેન કુંચાલા, પ્રજ્ઞેશભાઇ પંડયા, નેત્રમ્ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ
