ઘડી કંપની દ્વારા કુરંગા ખાતે આવી રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬

      દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લાની 35 જેટલી શાળાઓના અંદાજે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી, સન્માનિત કર્યા હતા.

     સોમવારે 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે દ્વારકા નજીક કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. (આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા જિલ્લાની અંદાજિત 35 જેટલી શાળાઓના આશરે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજન અંતર્ગત શાળાકીય પરીક્ષામાં ધો. 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને તેમની મહેનત માટે સન્માનિત કરાયા હતા.

       આ કાર્યક્રમોમાં આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને શિક્ષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. સાથે જ, આચાર્ય અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી. આ અવસરે, આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના પ્રોત્સાહન અને સહયોગના દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિની નવી દિશા અને ઉમંગ પ્રાપ્ત કરશે તેવું શાળાઓના આચાર્યો, શિક્ષકો અને આગેવાનોએ જણાવ્યું હતું.

       શિક્ષણ અને સામાજિક જવાબદારીને સૌથી આગળ રાખીને અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરનાર આર.એસ.પી.એલ. (ઘડી) કંપની અને તેના કર્મચારીઓ નો શાળાના આચાર્યો, શિક્ષકો, આગેવાનો અને વાલીઓએ પોતાની પ્રશંસાના શબ્દો સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *