

નારન બારૈયા, નવારતનપર, 11 ફેબ્રુઆરી 2026
ભાવનગર તાલુકાના નવારતનપર ગામના ડામાડોળ થઈ ગયેલા રાજકારણમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ખુદ પંચાયતના સભ્યો જ વિકાસને રૂંધવાની પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા છે ત્યારે ખુદ ગબ્બર એટલે કે ખુદ ગૌતમ સરપંચ પંચાયતમાં ઘૂસી ગયેલા અનિષ્ઠ તત્વોનો સફાયો કરવા માટે સક્રિય થયા છે અને તેમાં ૩ સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાનું રાજકારણ ખતમ થઈ ગયું છે અને બીજી તરફ પોતે પંચાયતના સદસ્ય હોવા છતાં પંચાયતની જમીન ઉપર દબાણ રજીસ્ટરમાં દર્શાવાયેલું દબાણ એટલે કે પંચાયતની જમીન ઉપર પાકું બાંધકામ કરીને ત્રણ દુકાન બાંધી લેનાર નાટકીય પ્રવીણ હીરા મકવાણાનુ રાજકારણ પૂરું થવાની અણી ઉપર આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે “ધ ગ્રેટ વર્લ્ડ”ના તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પબ્લિશ થયેલા રિપોર્ટમાં નવારતનપર ગ્રામ પંચાયત બોડીના બે સભ્યોને ગેરલાયક ગણાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી સર્જાયેલા ઘટનાક્રમમાં એક સભ્ય (મધુબેન છગનભાઈ બારૈયા) સત્તાવાર રીતે ગેરલાયક જાહેર થયા છે અને બીજા સભ્ય (પ્રવીણ હિરાભાઈ મકવાણા) સત્તાવાર રીતે ગેરલાયક થવાની અણી ઉપર છે.
આ અંગે પંચાયત સૂત્રોમાંથી સત્તાવાર પ્રકારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહેશ બારૈયાની અરજીના આધાર ઉપર પોતાને ત્રણ સંતાન હોવા છતાં પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ફોર્મ ભરીને ચૂંટાઈ જઈને ખોટી વિગતો દર્શાવી સરકાર સાથે અને ગામ સાથે ભયંકર બનાવટ કરનાર રાજકારણમાંથી આઉટ થઈ ગયા છે. તા 28/1/2026ના તાલુકા વિકાસ અધિકારીના હુકમથી છગન બારૈયાના પત્ની મધુબેન છગન દયાળ બારૈયાને સભ્ય તરીકે ગેરલાયક ઠરાવી દેવાયા છે. અને તારીખ 28-1-2026થી નવારતનપર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6નું સભ્યપદનું સ્થાન ખાલી જાહેર કરવામાં આવ્યું છે.
તાલુકા વિકાસ અધિકારીએ એ પણ નોંધ્યું છે કે “ગેરલાયક ઠરાવાયેલ સભ્ય મધુબેન છગનભાઈ બારૈયાને કુલ ત્રણ સંતાનો છે. જેમાં ત્રીજુ બાળક રીનાબેન છગનભાઈ બારેયા તા.૧૩/૯/૨૦૦૬ના રોજ જન્મ થયેલ હોવા છતા ચુંટણી જીતવાના ઇરાદાથી ચુંટણી ઉમેદવારી વખતે જન્મ તારીખ સાથે છેડછાડ કરી, નિયમોને નેવે મૂકી તા.૧૭/૦૨/૨૦૦૨ દર્શાવેલ છે.”
છેડછાડ કૌભાંડ: છગને પોતાની સગી દીકરીની જન્મ તારીખ ખોટી દર્શાવી હતી
ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારીની ટીમે પોતાની તપાસ દરમિયાન નવારતનપર પ્રાથમિક શાળાનું રેકોર્ડ પણ ધ્યાનમાં લીધું હતું અને તેમાં પણ બહાર આવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે છગનના દીકરી રીનાબેનની જન્મ તારીખ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે ખોટી દર્શાવવામાં આવી હતી. આ રીતે દયાળ લખમણ બારૈયા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિના પુત્ર હોવા છતાં છગને પોતાના પિતાની આબરૂ પણ આવું કૌભાંડ કરીને ધૂળમાં મિલાવી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને રાજકારણમાં કંઈ ખબર પડતી ન હોવા છતાં તેમના પતિઓ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે સ્ત્રી અનામત હોય ત્યારે પોતાની પત્નીના નામે રાજકારણ લડી લેતા હોય છે અને ઘરમાં રહેલી સ્ત્રીને પોતાનો પતિ પોતાના નામે શું શું કરે છે તેની ખબર પણ હોતી નથી એવા સંજોગોમાં છગને તેમના પત્ની મધુબેનને પણ અંધારામાં રાખીને બદનામ કર્યા છે તેમ માનવામાં આવી રહ્યું છે. ટીડીઓએ જે કંઈ હુકમ કર્યા છે અને જે કંઈ નોંધ કરી છે તે મધુબેનના નામે ઓન પેપર કરવામાં આવી છે પરંતુ અસલ પરાક્રમ તો છગનના જ છે તે સહુ કોઈ જાણે છે.
છગન અને તેના પરિવારને દાદાગીરી અને ગુંડાગીરીનો શોખ હતો તે પણ ખતમ
દયાળ લખમણ બારૈયા જેવા આબરૂદાર વ્યક્તિના અવસાન પછી તેના પુત્ર છગન દયાળ ગેરકાયદેસર રીતે રાજકારણમાં તો સક્રિય રહ્યો જ હતા પરંતુ દાદાગીરી અને ગુંડાગીરી જેવા દૂષણો પણ તેના પરિવારમાં સક્રિય થયા હતા. છગન પોતાના વટ અને દાદાગીરી માટે અને ફાંકા ફોજદારી માટે પણ ખૂબ જાણીતો છે. તેની ધાક એટલી બધી મજબૂત હતી કે તેના ડરના કારણે અત્યાર સુધી કોઈ એવું કહેવાની હિંમત કરી શક્યું નહોતું કે છગને ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે સરકાર અને લોકો સાથે ગોલમાલ કરી હતી. છગનની ધાક એટલી બધી મજબૂત હતી કે ગયા વર્ષે બનેલી એક ઘટનામાં ગામના અજય નામના એક ગરીબ પરિવારના છોકરાને છગનના કુટુંબના મહિલા સહિતના સભ્યોએ ગામના ચોક નજીકના રસ્તામાંથી આંતરીને મારતા મારતા પોતાના ઘરે લઈ ગયા હતા અને અજયને બેફામ રીતે ઝૂડી નાખ્યો હતો. અજયને દવાખાનુ ખેડવાનો અને દિવસો સુધી ઘરે રહીને આરામ કરવાનો વારો આવે એટલી ઈજા થઈ હતી પરંતુ છગનના ડરના કારણે અજય કે તેનો પરિવાર પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની હિંમત પણ કરી શક્યો ન હતો. આ રીતે પોતાની દાદાગીરીનું મજબૂત તંત્ર ઊભું કરનાર છગન છેલ્લે સરપંચ ગૌતમ બારૈયા સામે અવિશ્વાસ દરખાસ્તનું વાતાવરણ બનાવવામાં સાથ આપવા લાગ્યો હતો. પરંતુ તેના કૌભાંડ અંગે તપાસ શરૂ થતાં જ તે અમુક લોકોને ફોન ઉપર આ અંગેના સવાલના જવાબ આપવામાં પણ ગભરાવા લાગ્યો હતો અને જવાબ ટાળવા લાગ્યો હતો. આ અંગે સવાલ થતાં જ છગન અમુક લોકોને એમ કહેવા લાગ્યો હતો કે “હું તમને પછી ફોન કરું” અને પછી ફોન નહીં કરીને જવાબ ટાળવાની છગનની વૃત્તિ તેના રાજકારણને કાયમ માટે ખતમ કરી દેનારી નીવડી હતી. કોઈ વ્યક્તિ ફોન ઉપર જવાબ દેવાનું ટાળે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે કોઈ પાપ છુપાવવા માંગે છે અને વાસ્તવમાં ત્યાં કોઈને કોઈ પાપ હોય જ છે. છગન બાદ ગામના બીજા એક પંચાયત સદસ્યનું પણ પાપ નજીકના દિવસોમાં ફૂટવાની સંભાવના પ્રબળ બની છે.
