જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬
ખંભાળિયા શહેરના નગર ગેઈટ વિસ્તારમાં મ્યુનિસિપલ ગાર્ડન પાછળના ભાગે થોડા સમય પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્વિમિંગ પૂલને શનિવારે સાંજે સત્તાવાહકો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ખંભાળિયા શહેરમાં હાલ કોઈ જાહેર સ્વિમિંગ પૂલની સુવિધા ઉપલબ્ધ ન હતી. ત્યારે નગરપાલિકા સંચાલિત બગીચામાં થોડા સમય પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે આધુનિક અને સુવિધાસભર સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી આ સ્વિમિંગ પૂલને ગઈકાલે શનિવારે સાંજે અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઓફિસર રાહુલ કરમુર, સહિતના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યો છે.
આ સ્વિમિંગ પૂલના સંચાલન તથા જાળવણીની જવાબદારી મુંબઈની એક સંસ્થાને સોંપવામાં આવી છે. આ સુવિધાનો લાભ અનેક નગરજનોને લેશે અને શહેરમાં વધુ એક વિકાસ કાર્યની સુવિધા લોકો માટે પ્રાપ્ય બની છે.

(ફોટો: કુંજન રાડિયા)
