Headlines

દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં યાત્રાળુઓને તકેદારી અર્થે પોલીસ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬

      યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે હજારો પદયાત્રીઓ આવી ચૂક્યા છે અને હજુ પણ વધુ યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે. દ્વારકાધીશ જગત મંદિરમાં માથું ટેકવી શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટે ડુબકી લગાવવા જાય છે. આ પરિસ્થિતિમાં યાત્રિકો સાથે કોઈ ડૂબવાની કે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ તેમની સાથે એસ.ડી.આર.એફ. ની ટીમ દ્વારા ગોમતી નદીમાં પેટ્રોલિંગ કરીને લોકોને તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

સમાચાર વિગતવાર, ફોટા, વિડિયો સાથે વાંચવા લિંક દબાવો.
“ધ ગ્રેટ વર્લ્ડ”ના દરેક સમાચાર સાથે તુરંત અને નિયમિત જોડાયેલા રહેવા માટે ‘ધ ગ્રેટ વર્લ્ડ’ 31 માર્ચ પહેલા વિનામૂલ્યે subscribe કરો, નોટિફિકેશન Allow કરો
The Great World 🌎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *