– પિતા-પુત્રના દિવ્ય સ્વરૂપને અન્નકૂટ મનોરથ યોજાયા –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬
ઓખા મંડળમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય. અનેક ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી.
ગઈકાલે બુધવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દાંડીવાલા તીર્થ ખાતે દર્શનાર્થે ઉમટયા હતા. આજે સવારે 6:58 વાગ્યે હનુમાનજી મહારાજનો પ્રાગટ્યોત્સવ સાથે મંગલા આરતી કરાયા બાદ સવારે 10 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું.
આ પછી 11 વાગ્યે અન્નકુટ દર્શન મનોરથ યોજાયો હતો. બપોરે 12 વાગ્યાથી ભક્તો માટે સમુહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે બુધવારે અહીં શરૂ કરાયેલી અખંડ રામધૂન આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે સંપન્ન થશે.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
