Headlines

નવા રતનપર બેઠક પર ભાજપના જગદીશ બારૈયાનો જવલંત વિજય: અસામાજિક તત્વો સાથેના સંગાથના કારણે કોંગ્રેસની કારમી હાર


કોંગ્રેસની નકારાત્મક રણનીતિ અને અસામાજિક તત્વોનો સંગાથ હારમાં પરિણમ્યો; વિજેતા જગદીશ બારૈયાનું સામૈયા અને ભવ્ય રેલી સાથે ગ્રામજનો દ્વારા સ્વાગત


નવા રતનપર: ભાવનગર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી નવા રતનપર તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ બારૈયાએ વિરોધીઓને પછડાટ આપીને ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ વિજય માત્ર એક પક્ષનો નહીં, પરંતુ સત્ય અને વિકાસની રાજનીતિનો વિજય હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


ભવ્ય વિજય રેલી અને ગ્રામજનોનો ઉત્સાહ


ચૂંટણીના પરિણામોમાં જગદીશ બારૈયાને વિજેતા જાહેર કરવામાં આવતા જ નવા રતનપર ગામમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. જીતની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ જગદીશ બારૈયા અને તેમના હજારો સમર્થકોએ વિજયોત્સવની ઉજવણી શરૂ કરી દીધી હતી. ગામમાં વિજેતા ઉમેદવારના માનમાં એક ભવ્ય સ્વાગત રેલી અને સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના ગુંજારવ અને ડીજેના તાલે યુવા કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા.


​બિનસત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા રતનપર બસ સ્ટેશનથી શરૂ કરીને ગામના દરિયા કિનારે આવેલા ઉભા રોડ સુધી એક વિશાળ સ્વાગત યાત્રા નીકળી હતી. આ માર્ગ પર ઠેર-ઠેર ગ્રામજનોએ જગદીશભાઈને હારતોરા કરીને અને પુષ્પવર્ષા કરીને વધાવ્યા હતા. લોકોમાં પોતાના લોકલાડીલા નેતા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ આ રેલીમાં સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

બીજી તરફ કોંગ્રેસી તત્વો ક્યાં છુપાઈ ગયા છે તેની કોઈને જાણ થઈ ન હતી. હકીકતમાં તો કોંગ્રેસે યોજેલી એક વધ્યા પાર્ટીના દિવસે જ કોંગ્રેસમાં અનેક ભાગલાઓ પડી ગયા હતા.


જગદીશ બારૈયાની જીતના મુખ્ય પાસાઓ


રાજકીય સમીક્ષકો જગદીશ બારૈયાના આ વિજયને અત્યંત મહત્વનો માની રહ્યા છે. તેમની જીત પાછળના કારણો તપાસતા નીચે મુજબના મુદ્દાઓ ઉભરી આવે છે:


​૧. સ્વચ્છ પ્રતિભા અને વિકાસના કામો: જગદીશ બારૈયા જ્યારે અગાઉ સરપંચ પદે હતા ત્યારે તેમણે નવા રતનપરના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કર્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે તેમના શાસનકાળ દરમિયાન એક પણ નાણાકીય કૌભાંડ કે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. તેમની આ ‘મિસ્ટર ક્લીન’ની ઈમેજ મતદારોને ભાજપ તરફ ખેંચવામાં સફળ રહી છે.

જ્યારે કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકરો પોતે પણ અનેક કૌભાંડોમાં અને ખોટા કાર્યોમાં સંકળાયેલા હોવાનું લોકો જાણતા હતા. નવા રતનપર ની બહારથી આવતા ઉમેદવારોને અને તેના માણસોને એ વાતને ખબર જ નહોતી કે તેઓ કેવા ખોટા માણસો સાથે સંકળાયેલી રહ્યા છે.

​૨. વચનપાલન અને જનસંપર્ક: જગદીશભાઈએ હંમેશા નાનામાં નાના માણસનું સન્માન જાળવ્યું છે. તેમણે જાહેર સભાઓમાં આપેલા વચનો હોય કે કોઈને વ્યક્તિગત રીતે કરેલી મદદ, તેઓ હંમેશા પોતાની વાત પર અડગ રહ્યા છે. આ વિશ્વસનીયતા જ તેમની જીતનું મોટું કારણ બની છે.

તેની સરખામણીમાં કોંગ્રેસના ઉમેદવારો બાદલ હોય કે બીજા અનેક કાર્યકર્તાઓ હોય પોતાનું વચન શું છે અને પોતાને શું કરવાનું છે અને પોતે કોને શું જાણકારી આપી છે અને શું વચન આપ્યું છે એની એ લોકોને કોઈ ખબર જ ન હતી. પરિણામે એ લોકોની છાપ ખોટા બોલા માણસોની બની ગઈ હતી અને તેને કારણે જનતાએ તેને જાકારો આપ્યો છે.

​૩. સાઈલેન્ટ રણનીતિ અને ધીરજ: વિરોધીઓએ જગદીશભાઈની લોકપ્રિયતાથી ઈર્ષ્યા કરીને અનેક વાર નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જગદીશભાઈએ કોઈ પણ પ્રકારનો વળતો પ્રતિકાર કરવાને બદલે અત્યંત ધીરજ રાખી હતી. તેમણે વિરોધીઓના ટીકા-ટિપ્પણીને મહત્વ આપવાને બદલે શાંતિથી પોતાનું કામ ચાલુ રાખ્યું હતું, જે મતદારોને સ્પર્શી ગયું હતું.

કોંગ્રેસની હારના કારણો: આંતરિક કલહ અને અસામાજિક તત્વોનો પ્રભાવ


બીજી તરફ, કોંગ્રેસે આ બેઠક પર પોતાની પકડ ગુમાવી છે. કોંગ્રેસની હાર પાછળ અનેક નબળાઈઓ જવાબદાર હોવાનું જણાય છે:



  • સ્થાનિક સંપર્કનો અભાવ: કોંગ્રેસના ઉમેદવાર (સરવૈયા) પ્રચાર દરમિયાન લોકો વચ્ચે દેખાતા જ નહોતા. તેમના બદલે અન્ય લોકો જ પ્રચાર કરવા આવતા હોવાથી મતદારોમાં એવો સંદેશ ગયો કે ઉમેદવારને લોકોમાં કોઈ રસ નથી.
  • આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો વતી જે લોકો પ્રચાર કરી રહ્યા હતા તે લોકો કોંગ્રેસનો ફાયદો ઉઠાવીને પોતાનું જ હિત સાધવા માંગતા હતા તે વાતની લોકોને ખબર પડી ગઈ હતી.
  • અસામાજિક તત્વોનો સંગાથ: નવા રતનપરના જાણકારોના મતે, કોંગ્રેસના નેતાઓ જેવા કે અશોક ગોહિલ (બાદલ) કે ફલાણા ભાઈ સરવૈયાને સ્થાનિક સ્થિતિની જાણ નહોતી. તેમણે પ્રચાર માટે એવા અસામાજિક તત્વોનો સહારો લીધો જેમની છાપ ગામમાં અત્યંત ખરાબ હતી. આ લુખ્ખા તત્વોની દાદાગીરી અને ધાક-ધમકીની નીતિ કોંગ્રેસને જ ભારે પડી ગઈ.
  • પોતે પ્રચારની ઝુંબેશ કેવા લોકોના હાથમાં સોંપી રહ્યા છે એની કોંગ્રેસને ખબર પડી ગઈ હોત તો તેઓએ સારા લોકોનો સંપર્ક કર્યો હોત. પરંતુ અસામાજિક તત્વોએ ભજીયા પાર્ટી વગેરેના નામે ખુદ કોંગ્રેસના ઉમેદવારોને જ આંજી દીધા હતા પરંતુ ઉમેદવારો અંજાયા ન હતા.
  • બદનામ શખ્સોનો પ્રવેશ: કોંગ્રેસના પ્રચારમાં દગો કરવાને કારણે ‘દગીરા’ અને સગાઈ કરવાની કારણે ઠગીરા તરીકે ઓળખાતો અને વિલન જેવું નામ ધરાવતો શખ્સ અને ‘હેરી દાઢી’ જેવા વિવાદાસ્પદ પાત્રો જોડાઈ ગયા હતા. હેરી દાઢી નામનો શખ્સ ભૂતકાળમાં નશીલા પદાર્થો (ગાંજા)ના સેવન સાથે સંકળાયેલો હોવાનું અને અનેક યુવાનોની જિંદગી બરબાદ કરી હોવાનું મનાય છે. આવા લોકોની હાજરીથી સામાન્ય જનતા કોંગ્રેસથી દૂર ભાગી ગઈ હતી.


ભાજપનો ચારે તરફ વિજય


નવા રતનપર ઉપરાંત, હાથબ જિલ્લા પંચાયત બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીના અત્યંત લોકપ્રિય ઉમેદવાર રઘુ ગોહિલનો જવલંત વિજય થયો છે. હાથબ સીટ પર પણ ભાજપનું વર્ચસ્વ સાબિત થયું છે. જગદીશ બારૈયાના પોઝિટિવ એટીટ્યુડ અને લોકોની સેવા કરવાની ભાવનાને કારણે જનતાએ તેમને જંગી મતોથી વિજયી બનાવ્યા છે. આગામી દિવસોમાં આ વિજયના કારણે નવા રતનપર અને આસપાસના વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *