Headlines

ખંભાળિયામાં મજદૂર દિવસની ઉજવણી કરાઈ


જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬

આંતરરાષ્ટ્રીય મજદૂર દિન નિમિત્તે તા. પહેલી મે ના રોજ ખંભાળિયા નગરપાલિકા ખાતે ગુજરાત સફાઈ કામદાર મહામંડલ પરિવાર દ્વારા મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે જુદી જુદી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચીફ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામ સફાઈ કામદારોનું પુષ્ટવૃષ્ટિ સાથે અભિવાદન કરી સૌને મજદૂર દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે સફાઈ કામદારો શ્રમિકોના મોં મીઠા કરાવાયા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *