Headlines

ખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુ


જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬

      ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે બજાણા ગામની સીમમાં આવેલા પાણીના કૂવામાં અકસ્માતે પગ લપસી જવાના કારણે પડી જતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.

      આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફે લાંબી જહેમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગેની જાણ માલદેભાઈ પીઠાભાઈ વાવણોટીયા એ અહીંની પોલીસને કરી છે. 

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *