જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારીયા અને જેઠાભાઈ પરમારની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ લૂંટ પ્રકરણમાં મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કાકડકુવા ગામનો રહીશ દિનેશ જામસિંગ ઉર્ફે જોતસિંહ અલવા (મેળા) નામના 27 વર્ષના ભીલ શખ્સની સંડોવણી સંદર્ભે પોલીસની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સને ઉત્તર પ્રદેશ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, ભાણવડના પી.આઈ. કે.જે. કરપડા, પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડ, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, દીપકભાઈ રાવલીયા, લાખાભાઈ પિંડારીયા, જેઠાભાઈ પરમાર, મુકેશભાઈ કેસરીયા, સચિનભાઈ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ ચાવડા, પરબતભાઈ કોડીયાતર, ભાવિનભાઈ પિપરોતર અને ભોજાભાઈ વસરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
