Headlines

દ્વારકા આઈ.ટી. આઈ. ખાતે મંગળવારે ઔદ્યોગિક ભ રતી મેળો


જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મંગળવાર તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે આઈ.ટી.આઈ. નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે.
આ જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી. અને આઈ.ટી.આઈ ફિટર જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે હેલ્પર, ફિટર, કન્વેયર અટેન્ડસ, વિમા સખી અને એજન્ટ જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *