– શનિ અને રવિવારે જૂની મહાજન વાડીમાં સંપર્ક કરવો –
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬
ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજન વાડીમાં આગામી શનિવાર તા. 30 ના રોજ સાંજે 5:30 થી 8:30 વાગ્યા સુધી તથા રવિવાર તા. 31 મી ના રોજ સવારે 9:30 થી 12 વાગ્યા સુધી ચોપડાનું વિતરણ કરવામાં આવશે.
આ માટે દરેક વિદ્યાર્થીઓએ પોતાની છેલ્લી માર્કશીટની નકલ સાથે લાવવાની રહેશે. રાહત દરે ચોપડાનો લાભ લેવા જ્ઞાતિના વિદ્યાર્થીઓને લોહાણા મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
