Headlines

ભાણવડના વૃદ્ધને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ


જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬

         ભાણવડમાં મેવાસા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા શામજીભાઈ મોહનભાઈ કણજારીયા નામના 63 વર્ષના વૃદ્ધને ભાણવડના જુના ભુતવડ પાસે રહેતા રમેશ ઉર્ફે કારૂ ઓઘડભાઈ શીડા નામના શખ્સએ ધારીયું તથા લાકડી લઈને આવી તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી શામજીભાઈ કણજારીયાને પોતાની પાસે રહેલા પરવાના વાળા જોટા (બંદૂક) વડે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

        ફરિયાદી શામજીભાઈ કણજારીયાએ આરોપી રમેશ ઉર્ફે કારુ શીડાની ખેતીની જમીનની બાજુમાં આવેલી જમીન ખરીદ કરી હતી. આ જમીન આરોપીને ખરીદી હોય, જેથી કોઈ બાબતે શામજીભાઈએ રમેશ ઉર્ફે કારૂ વિરુદ્ધ જમીન બાબતે કરી હતી. જે બાબતનું મનદુઃખ રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. 

_____________________________________________________________________________

દ્વારકાનો શખ્સ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપાયો

      દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા વિરેન્દ્રસિંહ ઉર્ફે કિશન ગુમાનસિંહ જાડેજા નામના 29 વર્ષના શખ્સને પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ચોક્કસ આઈડી વડે જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂ. 5,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *