Headlines

ખંભાળિયાના પશુ સંસ્થાના સ્થાપક અને જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ દેશુર ધમાનો આજે જન્મ દિવસ


જન્મદિન શુભેચ્છા 

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬

    ખંભાળિયા તાલુકાના ખજૂરીયા ગામના મૂળ વતની અને ખંભાળિયા કર્મભૂમિમાં સ્થાયી થયેલા દેશુરભાઈ ધમાનો આજે જન્મ દિવસ છે.

        “જીવ માત્રનો કલ્યાણ” જેમનો એક માત્ર ઉદેશ્ય છે એવા દેશુરભાઈ યુવા જીવદયા પ્રેમી છે. સાથે અહીં સાર્વજનિક ગૌશાળાનું નિર્માણ કરીને અબોલ પશુઓની સેવા સારવાર કરી રહ્યા છે. જેમાં 180 થી વધુ અંધ, અપંગ અને નિરાધાર ગૌવંશ સારવાર તથા આશ્રય લઈ રહ્યા છે. તેઓ સમાજ સેવા તેમજ ગૌ સેવામાં હમેંશા કાર્યરત રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે. સાથે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. કોઈપણ સમાજ સેવા હોય દેશુર ધમા કદી પીછે હઠ નથી કરતા તેમજ રાત-દિવસ સેવામાં તત્પર હાજર રહે છે.

         ખંભાળિયા તાલુકાના સંગઠનમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ છે. સાથે જુદી જુદી અનેક સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સેવાકીય પ્રવૃત્તિ પ્રત્યે તેની ખુમારી કદી ઓછી થતી નથી અને હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત રહે છે. એ ઉપરાંત અહીંની સરકારી હોસ્પિટલમાં રક્તયોદ્ધા ગ્રુપ ચલાવે છે જેઓ સોશીયલ મિડીયા મારફત અહી આવતા દર્દીને ખુબ મદદ રૂપ બને છે.

    વિશાળ શબ્દ ભંડોળ ધરાવતા દેશુરભાઈ કથિત ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતા રહેતા હોવાથી તેમને જાણીતા ગઝલકાર બરકત અલી વિરાણી નું ઉપનામ “બેફામ” તેમના મિત્રો દ્વારા તખલ્લુસ આપવામાં આવ્યું છે તેમના મિત્રો તેમને “બેફામ” તરીકે ઓળખે છે. એવા નીડર, સાહસિક અને ઉધ્યમશીલ એવા યુવાન દેશુરભાઈ ધમા (બેફામ) ને આજે તેમના જન્મદિન નિમિતે હજારોની સંખ્યામાં મિત્રો, શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ ની વર્ષા થઈ રહી છે. ગૌભક્ત અને સેવાભાવી એવા દેશુરભાઈ ધમાના મોબાઈલ નંબર 96874 59444 છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *