– મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
– ગોંડલની શ્રી રામ હોસ્પિટલના તબીબોની સેવા –
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ સોસાયટીના ઉપક્રમે ગોંડલની જાણીતી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મૂલ્યે સર્વરોગ નિદાન તેમજ દવા વિતરણ કેમ્પનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પના પ્રારંભે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના દ્વારા દીપ પ્રાગટ્ય કરી, કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આવેલા દર્દીઓના બ્લડ તથા યુરિનના રિપોર્ટ, એક્સ-રે અને ઇ.સી.જી. પણ કરી આપવામાં આવ્યા હતા. જે માટે ગોંડલની જાણીતી શ્રીરામ હોસ્પિટલના તબીબો તથા તેમના સ્ટાફએ નોંધપાત્ર સેવાઓ આપી હતી. આ કેમ્પનો લાભ ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારના 200 જેટલા દર્દીઓએ લીધો હતો.

આ કેમ્પના પ્રારંભે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયાએ ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સાથે જિલ્લા કલેકટર શ્રી આર.એમ. તન્નાએ તેમના વક્તવ્યમાં અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં મળતી શ્રેષ્ઠ સારવાર તેમજ ડોક્ટરની સેવાઓને બિરદાવી, સરકારી હોસ્પિટલમાં મળતી સેવાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. શ્રીરામ હોસ્પિટલના ટ્રસ્ટી કિશોરભાઈ ઉનડકટ, મહેન્દ્રભાઈ ખીમાણી તેમજ બીપીનભાઈ ભટ્ટ દ્વારા ગોંડલ ખાતે ચાલતી આ હોસ્પિટલ અંગેની સવિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે આ કેમ્પના સુંદર આયોજન બદલ રેડક્રોસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ કેમ્પમાં દાતા પરિવારના જામનગર સ્થિત ભરતભાઈ મોદી (મોદી સોપ વારા), રમેશભાઈ દતાણી, ગં.સ્વ. નિર્મલાબેન કાંતિલાલ કોટેચા તેમજ રાવલ સ્થિત હિતેશભાઈ કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, ઉપપ્રમુખ યોગેશભાઈ મોટાણી, સેક્રેટરી શૈલેષભાઈ કાનાણી, ખજાનચી મિલનભાઈ સાયાણી, મૌલિકભાઈ વાયા, શ્રેયસભાઈ મજીઠીયા, ધીરેનભાઈ મોટાણી, કરણભાઈ પંચમતીયા, પંકજભાઈ પંડ્યા, નિતેશભાઈ પંચમતીયા, મિલનભાઈ કોટેચા (પ્રેસ ફોટોગ્રાફર), નિમેષભાઈ બરછા, ડો. રાજેશભાઈ ઠક્કર, સંજયભાઈ બરછા તેમજ તેમની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અંતમાં આભાર દર્શન મૌલિકભાઈ વાયાએ કર્યું હતું.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
