જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી અને કલ્યાણપુર તાલુકાના ગામ દેવળીયા ગામના રહીશ વેજા રામદે માડમ (ઉ.વ. 41) સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી અને અહીંના જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સમક્ષ મુકવામાં આવી હતી. જે અંગે તેમણે હકારાત્મક અભિગમ અપનાવીને ત્વરિત નિર્ણય લઈ, ઉપરોક્ત શખ્સના પાસા મંજૂર કરી, તેનું અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યું હતું.
આને અનુલક્ષીને એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સને રાઉન્ડ અપ કરી, વોરંટની બજવણી બાદ આરોપીને પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.પી. જોષી પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. કાંબલીયા, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, દીપકભાઈ રાવલિયા, ગોવિંદભાઈ, મયુરભાઈ ,પરેશભાઈ, જેઠાભાઈ, મુકેશભાઈ, સચિનભાઈ, કિરપાલસિંહ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
