Headlines

અધિક માસ નિમિત્તે ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં અનેકવિધ ઉત્સવોના આયોજનો


જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬

    ખંભાળિયામાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 ની બેઠક ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી રવિવાર તા. 31 મી ના રોજ નિકી લાગત શરદ ઉજિયારી (રસોત્સવ), સોમવાર તા. 1 ના રોજ આમ્ર કુંજ, મંગળવાર તા. 2 ના રોજ કુંજ મે મચક ઝૂલા ઝૂલે, બુધવાર તા. 3 ના રોજ શીતલ ખસ ખાનો સુહાનો (અક્ષય તૃતીયા), ગુરુવાર તા. 4 ના રોજ બગીચામાં સુકા મેવાના હિંડોળા, શુક્રવાર તા. 5 ના રોજ ગુલાલ કુંડ સહિતના અનેકવિધ દર્શનો યોજવામાં આવ્યા છે.

       પુરુષોત્તમ માસના અંત સુધી તારીખ 15 જૂન દરમિયાન દરરોજ યોજવામાં આવેલા આ આયોજનોમાં દરરોજ સાંજે 6 થી 7:30 સુધી વિવિધ દર્શનોનું તેમજ સાંજે 7:15 વાગ્યે આરતી વિગેરેનો લાભ લેવા સર્વે વૈષ્ણવ ભાઈઓ-બહેનોને બેઠકજીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *