જામ ખંભાળિયા, તા. ૨૯: કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાધાબેન કરસનભાઈ ચાવડા નામના 40 વર્ષના આહિર મહિલાએ ગુરુવાર તા. 28 ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં દોરડા વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કરસનભાઈ સામતભાઈ ચાવડા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં પ્રૌઢનું અપમૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૨૯: ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા મહેન્દ્રસિંહ હાલાજી જાડેજા નામના 58 વર્ષના ગરાસિયા પ્રૌઢ ગુરૂવાર તા. 28 ના રોજ ખંભાળિયા – સલાયા માર્ગ પર જઈ રહ્યા હતા. ત્યારે એક ગોળાઈ પર કોઈ કારણોસર અકસ્માત સર્જાતા તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મનદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
