Headlines

અબોલ જીવોની સેવા કાજે સમર્પિત ભાણવડના જીવદયા પ્રેમી અશોક ભટ્ટનો આજે જન્મદિવસ


જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬

જન્મદિન શુભેચ્છા 

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની અને અનન્ય જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો આજે તા. 1 ના રોજ જન્મદિવસ છે. વ્યવસાયે શિક્ષક હોવા છતાં તેમણે પોતાનું જીવન અબોલ જીવોની રક્ષા અને પરોપકારના કાર્યોમાં સમર્પિત કરી દીધું છે. તેઓ ભાણવડ તથા સમગ્ર પંથકમાં ગૌવંશ સહિતના તમામ અબોલ પશુ-પક્ષીઓની સારસંભાળ અને સુરક્ષા માટે નિરંતર કાર્યરત ‘એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ તરીકે પ્રશંસનીય સેવા આપી રહ્યા છે.

        આ ઉપરાંત ‘ભાણવડ શિવ બળદ આશ્રમ’ના સ્થાપક તરીકે પણ કાર્યરત છે. માનવતા અને જીવદયાના આ અનોખા પ્રતીક સમાન અને સમગ્ર પંથક ગૌસેવાના આ ભેખધારીને અશોકભાઈને તેમના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *