જામ ખંભાળિયા, તા. ૦૧: ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતા ગોવિંદ ગગુભાઈ વરવારીયા નામના 25 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 31,200 ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 36,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે ભાણવડ તાલુકાના સણખલા ગામના રાહુલ કરમુરનું નામ જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
