જામ ખંભાળિયા, તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ/ ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેંચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે. ઉંદર જ્યારે ગ્લુ ટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઊતરે છે, ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ બને છે. જેના પરિણામે ડી-હાઇડ્રેશન, ભૂખમરો અને ગૂંગળામણના કારણે પીડાદાયક મૃત્યુ પામે છે. જેને અનુલક્ષીને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ/ ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેંચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. 23 જુલાઈ સુધી અમલમાં રહેશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
