જામ ખંભાળિયા, તા. ૦૬: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના ફીડર નં. 2 હેઠળના નવાપરા, બેઠક રોડ, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં રવિવાર તા. 7 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
