જામ ખંભાળિયા, તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ભોગાત ગામથી પીળી તળાવ વિસ્તારમાં એક ટ્રેક્ટરમાં અનઅધિકૃત રીતે રોયલ્ટી કે પાસ પરમિટ વગર માટી (મોરમ) નું ખનન કરીને નીકળેલા એક ટ્રેક્ટર નંબર જી.જે. 37 એમ. 3406 ને કબજે કરી, તેના ચાલક આનંદ ભીમા લુણા (રહે. ભોગાત) ને ઝડપી લઈને તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
