Saturday June 21, 2025

તગડી ગામે પૈસાની માથાકૂટમાં વચ્ચે પડનાર આધેડ પર લાકડીથી હુમલો

આધેડે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારના બીછાનેથી ઘોઘા પોલીસમાં હુમલાવર બાપ દીકરા સામે નોંધાવી ફરિયાદ

ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામે એક બાપ દીકરો એક વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા તેમાં વચ્ચે પડેલ એક આધેડને બંને બાપ દીકરાએ અડફેટે લઈ લાકડી વડે માર માર્યો હતો. આધેડે બંને બાપ દીકરા સામે ઘોઘા પોલીસમાં એફઆઇઆર કરાવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રાણાભાઇ કાળાભાઈ ભરવાડ (ઉ.વ. ૬૧ ધંધો. નિવૃત્ત રહે, તગડી ભરવાડ શેરી પ્રા. શાળાની બાજુ માં તા, ઘોઘા)એ પલ્સ હોસ્પિટલ આઇસીયુ વોર્ડમાં સારવારમાં હતા તે દરમિયાન લખાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલ તા. ૧૪/૧/૨૦૨૫ના રોજ રાત્રીના દસેક વાગ્યે ફરિયાદી પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન તેમના સગા કાકાના નારણભાઈ ભાકાભાઈ પરમાર ઘરે આવેલા અને તેની સાથે તેનો દીકરો વિક્રમભાઈ નારણ ભાઈ પરમાર અને આઞ નારણભાઈના સગા ભાઈ લાલાભાઇ ભાકાભાઈ પરમાર જે ફરિયાદીના મકાનમાં રહેતા હોય અને તેને પેરેલીસીસનો હુમલો આવેલ છે અને આ લાલાભાઇ સાથે આ નારણભાઈ તથા તેનો દીકરો વિક્રમભાઈ બોલાચાલી કરતા હતા અને આ લાલાભાઇને ગાળો આપી માર મારતા હતા જેથી આ લાલાભાઇ ફરિયાદી વચ્ચે પડતા આ વિક્રમભાઈ પાસે લાકડી હોય જે લાકડી વતી જમણા હાથના આંગળા ઉપર વાગેલ અને આ બાપ દીકરો
ઢીકાપાટું વતી માર મારવા લાગેલા આ દરમ્યાન ફરિયાદીના દાદાના દીકરા પુનાભાઈ ખેતા ભાઇ આવી જતા વધુ મારમાંથી બચાવેલ અને બાયપાસ ઓપરેશન કરાવેલ હોય જેથી ફરિયાદી ને ચક્કર આવવા લાગેલ જે પછી ફરિયાદીના ભત્રીજા ગોવિંદ પરમાર (રહે. ભાવનગર)ને ફોન કરીને બનાવની વાત કરતા તેઓ થોડીવારમાં ભાવનગરથી મારા ઘરે તગડી આવી ગયેલા જે પછી તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા તેમણે સારવારના બીજાને ઘોઘા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈને હેડ કોન્સ્ટેબલ મનુ સોઢાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top