
અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા
ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી ઉમેદવાર ચુડાસમાના સમર્થનમાં પત્રિકા વિતરણ કર્યું હતું, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયો, વિકાસની નીતિઓ અને જન સુખાકારીની યોજનાઓ વિશે લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પત્રિકા રાઉન્ડમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઇ બારડ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા તેમજ વડવા- બ વૉર્ડના ઉમેદવાર અમરશીભાઈ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, નરેશભાઈ મકવાણા અને અલ્પેશભાઈ પટેલ સહિત શહેર સંગઠન તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ વડવા- બ વોર્ડના નગરસેવકો સહિત શહેરના ભાજપી નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, તમામ વોર્ડનું સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


