જામ ખંભાળિયા
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે રાત્રિના સમયે જીજે 03 એચ.આર. 9121 નંબરની મોટરકાર લઈને નીકળેલા અહીંના ચુડેશ્વર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) ની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, જી.જે. 03 એ.ટી. 4483 નંબરના એક ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત સર્જતા મોટરકારમાં નુકસાની થવા પામી હતી.
અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જયદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા દેવાત કારૂભાઈ ચેતરીયા (ઉ.વ. 46) સામે ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.