Saturday June 21, 2025

દ્વારકામાં બાવળની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

કુંજન રાડિયા, દ્વારકા

       દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામે આવેલી એક હોટેલ નજીક બાવળની ઝાડીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા દ્વારકા પોલીસે આ સ્થળે દોડી જઈ અને ઉપરોક્ત મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.

      આશરે 30 થી 35 વર્ષની વયનો આ યુવાન ભૂલથી અથવા ઠંડીના કારણે મૃત્યુ પામ્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જે અંગે બરડીયા ગામના સુનિલભા માણેક (ઉ.વ. 30)ની નોંધ પરથી દ્વારકા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ તથા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top