
ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી
ભાવનગર
યાત્રિઓની માંગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 13 ફેબ્રુઆરી 2025થી દર ગુરૂવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન (19271) ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 19271/19272 ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન
ટ્રેન નં. 19271 ભાવનગર – હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 13.02.2025 થી દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને શનિવારે પ્રાતઃ 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર – ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 15.02.2025 થી દર શનિવારે પ્રાતઃ 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.
ટ્રેન નંબર 19271 માટે બુકિંગ 11.02.2025 (મંગલવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.