Saturday June 21, 2025

ભાવનગરમાં ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં ધારાસભ્ય વાઘણીએ કાર્યકર્તાઓ સાથે ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ કરી

કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહથી વડવા-બ ની નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલ ભારતીય જનતા પાર્ટી.

હરેશ પરમાર, ભાવનગર

વડવા- બ ની પેટા ચૂંટણીમાં જીત માટે પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ શહેર અને વોર્ડ સંગઠન તેમજ કાર્યકર્તાઓને સાથે લઈને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ પોતાના મતવિસ્તારના વડવા- બ વૉર્ડમાં ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ દ્વારા ભાજપની જીતને પાક્કી કરી હતી. ઉક્ત ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ માં શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઇ બારડ, વડવા- બ વૉર્ડના ઉમેદવાર શ્રી અમરશીભાઈ, સ્ટે. ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, નરેશભાઈ મકવાણા અને અલ્પેશભાઈ પટેલ સહિત શહેર સંગઠન તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ વડવા- બ વોર્ડ સહિત અન્ય વોર્ડના નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, તમામ વોર્ડનું સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ધનાભાઈની દુકાનેથી પ્રારંભ કરીને બાનુબેનની વાડી, કુંભાર શેરી નં. ૧ થી ૭, બાનુબેનની વાડી શેરી નંબર ૧ થી ૯, બાથાભાઈનો ચોક, માઢીયા રોડ શેરી નં. ૧ થી ૨૦ ખાતે આ ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ નું સમાપન થયેલ. પાર્ટીના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વડવા- બ વોર્ડની જનતા ઉમળકાભેર આવકારી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top