અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ

વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.
સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.

પ્રેમરંગી મુશાયરામાં જાણીતા કવિ પારસ પટેલ, જીતેન્દ્ર જોશી, રક્ષા શુક્લ, રમેશ ચૌહાણ, નીરવ વ્યાસ, પ્રાર્થના જહા, જિગર ઠક્કર, જ્યોતિ ભટ્ટ કાવ્યપાઠ કરશે. જાણીતા ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથી ગાન કરશે. સંકલન નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ કરશે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *