ઓખાના યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫

        ઓખામાં બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ અબ્દુલભાઈ મકવા નામના 42 વર્ષના મુસ્લિમ યુવાન મંગળવારે તેમની કટલેરીની લારી લઈને જઈ રહ્યા હતા, ત્યારે મદની ચોકમાં સવાભા સાંંચલભા અને ઈમરાન ઉર્ફે ટમેટા નામના બે શખ્સોએ તેમની પાસે આવી, કોઈ બાબતે બોલાચાલી કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

           આ બનાવમાં તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, ફરિયાદી ઉમરભાઈને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *