Saturday June 21, 2025

પોરબંદરમાં બાઇક ચોરીના બે આરોપી ઝડપાયા: ચોરેલ બાઈકના સ્પેરપાર્ટ જુદા કરી રહ્યા હતા ત્યારે જ ઉદ્યોગનગર પોલીસે બંનેને ઝડપી લીધા

પોરબંદર
પોરબંદરમાં બાઇક ચોરીના બે આરોપી ઝડપાઈ ગયા છે. આરોપીઓ ચોરેલ બાઈકના સ્પેરપાર્ટ નોખા કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે બંનેને પકડીને પોલીસ કસ્ટડી ભેગા કરી દીધા છે.
ચોરી સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સૂચના હોઈ ઉધોગનગર પોલીસ સ્ટેશનના બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબ ચોરીમાં ગયેલ મોટર સાયકલને શોધી કાઢવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.રાઠોડ પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ હતા. અને તે દરમ્યાન પોરબંદર વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પોરબંદર શહેરમાં લગાડેલ કેમેરાની મદદ થી ચોરી થયેલ મોટર સાયકલના રજી નંબર- GJ25H-6078 સર્ચ કરતા તેમજ ચોર ઇસમની તપાસ કરતા હતા તે દરમ્યાન ખાનગીરાહે આધારે બાતમી હકીકત મળેલ કે, કોલીખડા રોડ રોયલ હોટલની સામે બેઠા પુલની બાજુમાં કાચા રસ્તા પર બાવળની કાંટમાં બે ઇસમો મોટર સાયકલના સ્પેર પાર્ટસ ખોલે છે .તેવી માહીતી મળતા તાત્કાલીક સદર જગ્યાએ તપાસ કરતા પુલ નીચે જોતા બે ઇસમો પુલના નીચે ખાડાના ભાગે આવેલ બાવળની કાંટની આડમાં મોટર સાયકલ ખોલતા મળી આવતા પોકેટકોપ નામની એપ્લીકેશનમાં મોટર સાયકલના એન્જીન તથા ચેસીસ નંબર વેરીફાઇ કરતા સદરહુ મુદામાલ ઉધોગનગર પોલીસ સ્ટેશનના બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનુ ચોરી થયેલ મોટર સાયકલ રજી નંબર -GJ25H-6078 નો મુદામાલ સ્પેર પાર્ટસ અલગ અલગ કરેલા હોય જેથી સદર મુદામાલ સાથે બન્ને આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરી ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપીઓમાં (૧) ખીમા ઉફે કારૂ લાલજીભાઇ ચૌહાણ ઉવ.રર ધંધો મજુરીકામ રહે. કોલીખડા રામદેનગર પોરબંદર (૨) મનોજ ઉફે મનીષ લાલજીભાઇ ચૌહાણ ઉવ.૨૦ ધંધો મજુરીકામ રહે. કોલીખડા રામદેનગર પોરબંદરનો સમાવેશ થાય છે. કબ્જે કરેલ મુદામાલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટેશન નં- GJ25H-6078 ના મોટર સાયકલના અલગ અલગ કરેલ સ્પેર પાર્ટસની કિ.રૂ.૨૦,૦૦૦/- છે. આ કામગીરીમાં પીઆઇ આર.એમ.રાઠોડ, પીએસઆઇ એસ.આર.જાડેજા તથા એએસઆઇ બી.પી.કારેણા, હેડ કોન્સ્ટેબલ વિશાલ રવજીભાઈ તથા કોન્સ્ટેબલ કનકસીંહ , દેવેન્દ્રસીંહ, ભરત નાથાભાઇ વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top