Saturday June 21, 2025

બગોદર હાઈવે પર પ્લોટ અપાવવાની લાલચે પોરબંદરના વેપારી સાથે રૂ 60 લાખની ઠગાઈ

પંજાબ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સો સામે કમલાબાગ પોલીસમાં એફઆઇઆર

પોરબંદર
પોરબંદરના એક વેપારીને બગોદર હાઇવે ઉપર પ્લોટ અપાવી દેવાની લાલચ આપીને પંજાબ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સોએ મળીને રુ. 60 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશનભાઇ હમીરભાઇ રાણાવાયા, મેર (ઉ.વ.૪૪, ધંધો- વેપાર, રહે “ગાત્રાળ કૃપા” કિશોરજીન પાસે કડિયાપ્લોટ પોરબંદર)એ (૧) શાશા શુભમ અમરીશકુમાર ગુપ્તા રહે. એસ.એ.એસ. નગર મોહાલી પચકુલા પંજાબ (૨) મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી ડો/ઓ રમેશશમાં રહે.ત્રીજો ટાવર ૨ એ-૩૦૨ બેસટેક બીસનેસ ટાવર સેક્ટર ૬૬ એ.એસ.એસ.નગર મોહાલી પંજાબ (૩) તરૂણ છાબડા રહે.૯૬ જવાહર નગર સહારનપુર ઉતર પ્રદેશ (૪) સંદિપ વેદ પાંડે રહે. બી-૮૦૩ ન્યુ ગાર્ડન સીટી અંબાલા ચંદિગઢ હાઇવે એસ.એ.એસ. નગર મોહાલી પંજાબ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ઠગાઈ કરી બદદાનતથી રકમ મેળવી લેવાના ઈરાદે અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી, ફરીયાદી તથા સાહેદોને પંજાબ રાજયમાં મોહાલી ખાતે જીરકનગરમાં HOLIDAY HURTZZ નામની કંપનીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી, રૂા.૬,૦૦,૦૦૦/-નું રોકાણ કરો તો, પંદર મહીને તેની દોઢ ગણી રકમ રૂા.૯,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમ આપવાનો વિશ્વાસ આપી, સાહેદોને રૂા.૨૧૦૦/- માં કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવી સભ્યો બનાવી, રોકાણ કરેલ રકમની સીકયુરીટી પેટે બગોદરા હાઈવે ઉપર આવેલ બાલાજી ઉપવન માંથી પ્લોટનો દસ્તાવેજ કરી આપવાની લોભામણી લાલચ વાળી સ્કીમ આપી, આપેલ સ્કીમ મુજબ ફરીયાદી તથા સાહેદો પાસેથી રૂા.૬૦,૫૦,૦૦૦/- જેટલી રકમ રોકડા મેળવી એકબીજાને મદદગારી કરી ઠગાઈ કરી હતી. તા.૧/૧/૨૦૨૦ થી તા.૩૧/૫/૨૦૨૪ સુધીમાં પોરબંદર હોટલ કાવેરી તથા હોટલ લોર્ડ્સ ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ગુનો દાખલ થતાં પોરબંદર એએસપી સાહિત્યાઅંએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top