Saturday June 21, 2025

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા મંડળી સભાસદના પરિવારને રૂ. 5 લાખનો ચેક અપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫

      જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ – લાલપુર શાખા હેઠળના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા નામના યુવાનનું તાજેતરમાં અકસ્માતે નિધન થતા અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેન્ક તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે મૃતકના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો.

        આ સમયે બેંકના આસિસ્ટન્ટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા, મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ વસરા, મંડળીના મંત્રી વિજયભાઈ વસરા, બ્રાન્ચ મેનેજર આર.ડી. ભાલોડીયા તથા લાલપુર બ્રાન્ચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડી.જે. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top