
જામ ખંભાળિયા
ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના સાક્ષાત સ્વરૂપમાં વેશભૂષામાં તૈયાર કરાયા હતા. શાળા કેમ્પસમાં બિરાજમાન થયેલા બાળકો જાણે સાક્ષાત ભગવાનના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ લાગતા હતા. આ ઉજવણીમાં “હર હર મહાદેવ” ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ તકે મહા આરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જોડાયેલા મુખ્ય મહેમાનો, શાળાના બાળકો, શુભેચ્છકો અને વાલીઓ દ્વારા સાથે મળીને આરતી કરવામાં આવી હતી અને પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અહીંના તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ઘનશ્યામસિંહ જાડેજા, શાળાના ટ્રસ્ટી ડૉ. ભાવેશ ધારવીયા, સાથે ડૉ. શૈલેષ નકુમ, ડૉ. પ્રતીક પરમાર, સી.કે. નકુમ, ઉદ્યોગપતિ નિકુંજભાઈ ખાણધર વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી માહીસરએ તમામને આવકાર્યા હતા સૌનો આભાર વ્યક્ત કરી, મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.




(ફોટો:- કુંજન રાડિયા)