જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં 7783 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં 446 વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત પ્રથમામાં 36 વિદ્યાર્થીઓ સહિત કુલ 8265 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતી માધ્યમમાં 172, અંગ્રેજી માધ્યમમાં 4 તેમજ સંસ્કૃત પ્રથમામાં 1 સહિત કુલ 177 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)