Thursday August 07, 2025

વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ

તળાજાના કવિયત્રી રક્ષા શુક્લના “કાર્યેષુ મંત્રી…” પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થશે: પ્રવેશ નિ:શુલ્ક

હરેશ જોષી, અમદાવાદ

તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું તળાજાના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના કુલપતિ અમી ઉપાધ્યાય અને ફિટનેસ આયકોન અભિનેત્રી સપનાં વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.

‘વનિતાવિશેષ’ વક્તવ્યની સાથે નારીગાન જાણીતા ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથી કરશે. સંકલન નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ અને સંચાલન હરદ્વાર ગોસ્વામી કરશે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top