Saturday June 21, 2025

ફૂલડોલ ઉત્સવને “ઝીરો વેસ્ટ” બનાવવાના દ્વારકા જિલ્લા પ્રશાસન સક્રિય

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫

     યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કૅમ્પો ઉભા કરવામાં આવ્યા હતા.

      પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી સૌ કોઈ દ્વારા લેવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ ઔધોગિક એકમોના સહયોગથી ફૂલડોલ ઉત્સવની પદયાત્રાને “ઝીરો વેસ્ટ”ના સંકલ્પ સાથે પૂર્ણ કરવા તેમજ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારના કચરો ન રહે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પદયાત્રીઓને વિવિધ સેવાઓ સાથે સ્વચ્છ પર્યાવરણ મળે તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે વિવિધ ઉદ્યોગો, નગરપાલિકા, ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ પણ પરિશ્રમ કરી રહ્યા છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top