ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈના જન્મદિવસ નિમિત્તે સલાયામાં મંદિરે ધ્વજારોહણ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫

       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આગામી તારીખ 23 ના રોજ જન્મ દિવસ હોય, આ નિમિતે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સલાયા ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેશે.

         અત્રે ઉલ્લેખનીય છે કે મુળુભાઈ બેરાનેહરસિદ્ધિ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા છે, તેમજ તેમનાં કુળદેવી પણ છે. સાથે તેમને સલાયાના હરસિદ્ધિ માતાજીના મંદિર પ્રત્યે પણ વિશેષ લગાવ છે. ત્યારે સલાયા શહેર ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ હાલ પ્રમુખ તરીકે સેવા આપતા લાલજીભાઈ ભૂવા પણ મુળુભાઈ બેરા સાથે પારિવારિક સબંધો ધરાવે છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *