Saturday June 21, 2025

બ્લોકને કારણે 22 માર્ચની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થશે

ભાવનગર

રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1) ૨૨.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ઉપડીને વિરમગામ સુધી જશે અને વિરમગામથી તેને ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ તરીકે ચલાવવામાં આવશે.

2) ૨૨.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડીને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ તરીકે ચલાવવામાં આવશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top