Saturday June 21, 2025

ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘અટલ બિહારી બાજપાઈજી ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન.

ટુર્નામેન્ટની સફળતા માટે વિવિધ ‘વ્યવસ્થા સમિતિઓ’ ની રચના કરવામાં આવી.

આગામી ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૫ મા સ્થાપના દિવસના કાર્યક્રમો બાદ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર સંગઠન દ્વારા ‘અટલ બિહારી બાજપાઈ ટેનિસ ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રત્યેક વોર્ડની ટિમ, નગરસેવકોની ટિમ તેમજ તમામ સેલ મોરચાઓ તેમજ બોક્સ ક્રિકેટની બે મહિલા ટિમો સહિત કુલ અઢાર જેટલી ટિમો ભાગ લેશે. આજ તા. ૨૫ માર્ચના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે ટુર્નામેન્ટના આયોજન અંગે અપેક્ષિત કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી જેમાં સ્થળ સમિતિ, સાહિત્ય સમિતિ, સુશોભન સમિતિ, નિમંત્રણ સમિતિ તેમજ કોમેન્ટ્રી સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરીને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ઉક્ત બેઠકમાં શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહ, ત્રણેય પૂર્વ મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ તેમજ નરેશભાઈ મકવાણા, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા સહિત જવાબદાર અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતાં, તેમ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમારની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top