ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની કૃતિ રજૂ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫

       ખંભાળિયા ના રામનગર વિસ્તારમાં આવેલી પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ બેન્ડનો ડિસ્પ્લે રજૂ કર્યો હતો. જેમાં મુખ્ય અતિથિ શ્રી રવિન્દ્રસિંહ જાડેજા (એડિશનલ કલેકટર) તેમજ તેમના યોગા ટીચર અને હેલ્થ કોચ એવા તેમના ધર્મ પત્ની પ્રજ્ઞાબા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યા સંજયભાઈ નકુમ, અગ્રણી તબીબ ડો. નિસર્ગ રાણીંગા અને ઘેલુભાઈ ગઢવી તથા સ્કૂલ બેન્ડ ડિસ્પ્લે કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

        શાળાના આચાર્ય ફાધર બેની જોસફ અને બેન્ડ માસ્ટર સાજન સરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક સ્કુલ બેન્ડની જુદા જુદા પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *