સલાયામાં ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫

      ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે શનિવારે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોરણીઓને જમાડવામાં આવી હતી. સાથે માતાજીના નૈવેદ્ય ધરી, માતાજીની પૂજા તથા સ્તુતિ કરાઈ હતી.

       આ પ્રસંગે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા પરિવારના સદસ્યોનું ઉપરણા ઓઢાડીને તેમજ મોમાઈ માતાજીની છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *