


જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫
ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં દરરોજ સવારે થતી દૈનિક અને નિયમિત સફાઈ કામગીરી ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વધુ 25 જેટલા સફાઈ કામદારોની વધુ સેવાઓ લઈ અને રાત્રિના સમયગાળા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં શહેરમાં આવેલા અલગ અલગ પોઇન્ટના મુખ્ય માર્ગો પર સાફ-સફાઈ કરી અને ખાસ વાહનો દ્વારા આવા કચરાના ઢગલાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કામગીરી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી અને ચીફ ઓફિસર ચેતન ડુડીયાની સૂચના મુજબ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સંજય કરમુરની સીધી દેખરેખ હેઠળ સેનિટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશને નગરજનો દ્વારા આવકારવામાં આવી છે.




(ફોટો:- કુંજન રાડિયા)