ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ

ભાવનગર સોમવાર તા.૭-૪-૨૦૨૫
ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ.
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ ગામે આંગણવાડીમાં આગેવાનોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ. આ સાથે ગ્રામપંચાયત મુલાકાત લેવામાં આવેલ.
ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓ રાજુભાઈ બાબરિયા, શ્રી જગદીશસિંહ ગોહિલ, શ્રી જીતેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપભાઈ રાઠોડ, શ્રી કુલદીપભાઈ રાઠોડ વગેરેની ઉપસ્થિતિ રહી અને આ બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ છે. આ વેળાએ સ્થાનિક કાર્યકર્તાઓ ગ્રામજનો પણ જોડાયાં હતાં તેમ પ્રવક્તા કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.