મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. ડૉ. કિશોરસિંહ ચાવડાની નિમણૂક
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) માં લાંબા સમયથી ખાલી પડેલી કાયમી વાઇસ ચાન્સેલર (VC) ની જગ્યા પર આખરે રાજ્ય સરકાર દ્વારા નવી નિમણૂકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી જારી કરેલા આદેશ અનુસાર, જાણીતા શિક્ષણવિદ…
