હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકામાં વિવિધ પ્રકારના પ્રતિબંધ અંગેના જાહેરનામા અમલી
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીને ધ્યાને…
