GUJARAT
સલાયામાં માછીમાર સામે કાર્યવાહી
કુંજન રાડિયા, જામ ખંભાળિયા સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર…
મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા…
કલ્યાણપુરમાં સરકારી જમીન પર અતિક્રમણ: ચાર શખ્સો સામે ગુનો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ…
દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના…
ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ: પીધેલા શખ્સો સામે કાર્યવાહી
બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન
કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ…
ભાવનગર રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ
ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 8 ટ્રેનો વર્તમાન નિર્ધારિત…
